લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / બ્રાઝિલમા આગામી 14મીથી કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થશે

એકતરફ યુરોપની ફૂટબોલ ટુર્નામેન્ટ યુરોકપના પડઘમ વાગી રહ્યા છે.ત્યારે બીજીતરફ બ્રાઝિલમાં આગામી 14મીથી દક્ષિણ અમેરિકાની ટોચની 10 ટીમો વચ્ચે કોપા અમેરિકા ચેમ્પિયનશિપનું આયોજન થવા જઈ રહ્યું છે.જે કોરોનાના કારણે ગત વર્ષની યોજાનારી ફૂટબોલ ચેમ્પિયનશિપ્સ હવે યોજાઈ રહી છે અને બ્રાઝિલમાં યોજાનારા કોપા અમેરિકામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન યજમાનોની સાથે આર્જેન્ટીના,ચિલી,ઉરૂગ્વે,કોલંબિયા અને ઇક્વાડોર ટાઈટલ જીતવા ફેવરિટ મનાય છે.આમ કોપા અમેરિકાના આયોજન માટે બ્રાઝિલને યજમાની સોંપવામાં આવી હતી.આમ આ 10 ટીમો વચ્ચે બ્રાઝિલના જુદાજુદા ચાર શહેરો બ્રાસિલિયા,રિયો ડી જેનેરો,ગોયાન્યા અને કુઈયાબાના પાંચ સ્ટેડિયમોમાં મુકાબલા ખેલાશે.જે ભારતીય સમય મુજબ પ્રથમ મેચ 14 જુને રાત્રે 2:30 વાગ્યાથી થશે.આમ આ વખતે કોપા અમેરિકામાં 12ને બદલે 10 ટીમો રમશે.આમ નવા ફોર્મેટ અનુસાર પાંચ-પાંચ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.જે સ્પર્ધાની સેમિફાઈનલ 6 અને 7 જુલાઈના રોજ જ્યારે 11મી જુલાઈએ ફાઈનલ મુકાબલો ખેલાશે.આમ ગ્રૂપ એમાં આર્જેન્ટીના,બોલિવિયા,ઉરૂગ્વે,ચિલી,પેરાગ્વે જ્યારે ગ્રૂપ બીમાં બ્રાઝિલ,કોલંબિયા,વેનેઝુએલા,એક્વાડોર પેરૂનો સમાવેશ થાય છે.