લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / બ્રાઝિલના ફૂટબોલર પેલેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

બ્રાઝિલના લેજન્ડરી ફૂટબોલર પેલેને સર્જરી માટે છ દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાનમાં તેમના પેટમાંથી ગાંઠ દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય સારૂ હોવાનુ પેલેએ જણાવ્યું હતુ. પેલે સાઓપાઉલોમાં આવેલી આલ્બર્ટ આઇસ્ટાઈન હોસ્પિટલમાં નિયમિત ચેકઅપ માટે પહોંચ્યાં હતા. ત્યાં તેમના આંતરડામાં ગાંઠ હોવાનું નિદાન થયું હતુ. જે પછી તત્કાળ સર્જરી કરવામાં આવી હતી. આમ પેલેના સ્વાસ્થ્ય અંગેના આ પ્રકારના રિપોર્ટને કારણે તેમના ચાહકોમાં અને ફૂટબોલ જગતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતુ.