બ્રાઝિલની ઉત્તર-પૂર્વમાં આવેલાં બહિયા રાજ્યમાં મંગળવારે પડેલા સાંબેલાધાર વરસાદના કારણે રાજ્યના 116 શહેર પુરના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને સરકારે આ રાજ્યમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી દીધી હતી. આમ બ્રાઝિલના પૂર્વોત્તર વિસ્તારમાં ગત નવેમ્બરના અંતભાગથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. બહિયા ઉપરાંત ઉત્તર દિશાએ આવેલાં અને દક્ષિણ-પૂર્વમાં આવેલાં કેટલાંક શહેરો પણ પુરના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ વિસ્તારોમાં પણ છેલ્લા કેટલાંક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે.આમ આ આકાશી આફતના પગલે એકલા બહિયા રાજ્યમાં 4.70 લાખ લોકો ભારે પ્રભાવિત થયા હતા,જ્યારે 50 શહેરોમાં લોકોના ઘરોમાં અને ઓફિસોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા જેથી લોકોને પોતાની ઘરવખરી છોડીને જીવ બચાવવા સલામતસ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જેમાં સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે પુરના કારણે 34,163 લોકો ઘરવિહોણા બની ગયા છે,જ્યારે 43,000 લોકો વિસ્થાપિત બન્યા છે. આ મહિનાના આરંભથી અત્યારસુધીમાં વરસાદ અને પુરના કારણે 21 લોકોના મોત થયાં હતા અને 358 લોકોને વિવિધ પ્રકારની ઇજા થઇ હતી. બહિયા રાજ્યમા છેલ્લા 32 વર્ષમાં પડેલા વરસાદની તુલનાએ સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.આમ બહિયા રાજ્યના ગવર્નર રૂઇ કોસ્ટાએ રાજ્યની સ્થિતિ અંગે કહ્યું હતું કે વિનાશક પુરની સ્થિતિના કારણે કેટલાંક શહેરોમાં કોરોના વાઇરસની રસી પણ તણાઇ ગઇ હતી, જ્યારે કેટલીક મ્યુનિસિપલ આરોગ્ય ઓફિસો અને મેડિસિન રાખવાના કેન્દ્રોમાં પણ પુરના પાણી ઘૂસી ગયા હતા.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved