વિશ્વમાં કોરોના અને ઓમીક્રોન વેરીએન્ટમાં સામાન્ય તાવ,શરદી જેવા લક્ષણો અને હોમ આઈસોલેશનથી સ્વસ્થ થઈ જવાતુ હોવાના કારણે એક બાદ એક દેશો કોવિડ કાળના પ્રતિબંધો હળવા કે દૂર કરી રહ્યા છે.જેમાં અમેરિકા બાદ કોવિડનો માર સહન કરનાર બ્રિટનમાં કેસ ઘટવા લાગતા વડાપ્રધાન બોરીસ જોન્સન કોવિડ કાળના જે ઈમરજન્સી કાનૂનો હતા તે પાછા ખેંચી લેવાની તૈયારી કરી રહ્યા છે.જેમાં મુખ્યત્વે કોવિડ સંક્રમણનો ભોગ બનનારને જે ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનો નિયમ છે તે પરત ખેચી રહ્યા છે જેથી કોવિડ સંક્રમીત વ્યક્તિ આઈસોલેશન વગર જ જાહેરમાં આવી શકશે. આમ વિશ્વના અનેક દેશોએ કોવિડને સામાન્ય ફલુની કક્ષામાં મુકવાની જાહેરાત કરી છે અને માસ્કને ફરજીયાત કરતા નિયમો પણ દૂર કર્યા છે.પરંતુ કોવિડ સંક્રમીત વ્યક્તિને હોમ આઈસોલેશનની સલાહ આપવામાં આવશે પણ જો કોઈ વ્યક્તિ તેનો ભંગ કરે તો જે કાનૂની કાર્યવાહી કે દંડની જોગવાઈ છે તેનો અમલ કરવામાં આવશે નહી.આ અગાઉ બ્રિટનના આરોગ્યમંત્રીએ જાહેર કર્યુ હતું કે હોમ આઈસોલેશનનો સમય સાતમાંથી ઘટાડીને પાંચ દિવસનો કરાશે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved