લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિટને વિદેશી હેલ્થ સહાયકો તેમજ કેર ટેકર્સ માટે વિઝાનીતિ હળવી બનાવી

બ્રિટને વિદેશી આરોગ્ય સહાયકો અને કેર ટેકર્સ માટે વિઝા નીતિ હળવી બનાવી છે. કેર સેક્ટર્સમાં પ્રવર્તી રહેલી સહાયકોની અછતને પહોંચી વળવા માટે બ્રિટન વિદેશી કેરટેકર્સને 12 માસના વિઝા આપશે. આ બાબતે ગૃહમંત્રી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે નવી વિઝા નીતિથી દેશમાં કેરટેકર્સની અછત દૂર થશે.બ્રિટને ભારત સહિતના દેશોમાંથી આવતા કેરટેકર્સ માટે વિઝા નીતિમાં ફેરફાર કર્યો છે. વિઝા નીતિમાં છૂટછાટ આપીને બ્રિટન હજારો કેર વર્કર્સની ભરતી કરશે.કેરટેકર્સની અછતના કારણે અસંખ્ય લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ અછતને પહોંચી વળવા માટે સરકારની નવી વિઝાનીતિ ખૂબ અસરકારક સાબિત થશે.