લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિટને 5 થી 11 વર્ષના બાળકો માટે કોરોના રસીને મંજૂરી આપી

દુનિયામાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.ત્યારે બ્રિટને 5 થી 11 વર્ષના બાળકો માટે કોરોના વિરોધી રસીને મંજૂરી આપી છે.આ દરમિયાન અમેરિકા,યુરોપ સહિત વિશ્વમાં કોરોનાના દૈનિક કેસોમાં એકંદરે ઘટાડો નોંધાયો છે.જે બાબતે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે જણાવ્યું હતું કે કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ હોય તેવા બાળકો માટે કોરોનાની રસીના કાર્યક્રમને મંજૂરી આપી છે.જે કાર્યક્રમ હેઠળ દેશમાં અંદાજે 5 લાખ બાળકોને વેક્સિનેશન અને ઈમ્યુનાઈઝેશન પરની સંયુક્ત સમિતિ દ્વારા નિશ્ચિત કરાયેલી સલાહને અનુરૂપ કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.ત્યારે એન.એચ.એસ રસિકરણ કાર્યક્રમના નાયબ વડા અને ભારતીય મૂળના ડો.નિક્કિ કનાનીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ સહિત કોરોનાની ગંભીર બીમારી સામે રસીઓ નોંધપાત્ર રક્ષણ આપે છે તેથી આપણા બાળકોને ખાસ કરીને કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ હોય તેવા બાળકોને રક્ષણ આપવું ખૂબ મહત્વનું છે.આમ વિશ્વના દેશોની જો વાત કરવામાં આવે તો તેમાં છેલ્લા 24 કલાકમાં ફ્રાન્સમાં કોરોનાના સૌથી વધુ 3.32 લાખ કેસ નોંધાયા હતા,જ્યારે 178નાં મોત થયા હતા.આ સિવાય જર્મની અને ઈટાલીમાં કોરોનાના દૈનિક કેસોનું પ્રમાણ હજુ ઊંચું જોવા મળે છે.જેમાં જર્મનીમાં કોરોનાના 1.43 લાખ,ઈટાલીમાં 1.37 લાખથી વધુ કેસ નોંધાયા હતા.જ્યારે બ્રાઝિલમાં કોરોનાના નવા 2.07 લાખ કેસ નોંધાયા હતા.આ સિવાય અમેરિકામાં કોરોનાના દૈનિક કેસ ઘટીને 1.92 લાખ સામે આવ્યા છે. જ્યારે 1100થી વધુનાં મોત થતાં સ્થિતિ હજુ ચિંતાજનક છે.