લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિટને યુક્રેનને ઘાતક ક્રુઝ મિસાઈલ સ્ટોર્મ શેડો પૂરી પાડવાની જાહેરાત કરી

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં પશ્ચિમના દેશો યુક્રેનને તમામ પ્રકારની સહાય કરી રહ્યા છે અને તેના કારણે યુક્રેન રશિયા સામે ટક્કર લઈ રહ્યુ છે.બીજીતરફ રશિયાના ડ્રોન અને મિસાઈલને યુક્રેન હવામાં ખતમ કરી ચુકયુ છે અને રશિયાની શક્તિશાળી મિસાઈલ કિંઝલને અમેરિકાની પેટ્રિયોટ ડિફેન્સ સિસ્ટમે હવામાં તોડી પાડી છે.ત્યારે અમેરિકા બાદ બ્રિટન યુક્રેનને મદદ માટે પોતાની ખતરનાક ક્રુઝ મિસાઈલ સ્ટોર્મ શેડો આપવા જઈ રહ્યુ છે.આ મિસાઈલ રશિયા માટે જોખમી બની શકે છે. જેની રેન્જ 250 કિલોમીટરની છે અને તેને ફાઈટર જેટ પરથી પણ લોન્ચ કરી શકાય છે.બ્રિટનના વડાપ્રધાન રૂષિ સુનકે રશિયા સામે યુક્રેનને ખુલ્લેઆમ મદદ કરવા માટે લીલીઝંડી આપી દીધી છે.