નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમને રાહત આપતા રૂ.48,000 કરોડનું ફંડ આપ્યું છે.ત્યારે સરકારનું ફોકસ હવે શહેરની સાથે ગ્રામીણ ક્ષેત્રમાં પણ સસ્તા ઘર આપીને દેશની જનતાને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો છે.જેમાં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ નવા ઘર બનાવાશે,દેશમાં આવેલી વધુ 1.50 લાખ પોસ્ટ ઓફિસને ઓનલાઈન કરવામાં આવશે,બજેટમાં સરકારે ડિજિટલાઈઝેશન પર ફોકસ વધારવાનો નિર્ધાર કર્યો છે.આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યુ છે કે દેશમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ બનાવાશે.દેશની 1.50 લાખ પોસ્ટઓફિસને કોર બેંકિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવશે.ઈલેક્ટ્રિક વ્હિકલ માટે બેટરી સ્વેપિંગ પોલિસી આવશે.કાર્બન ન્યુટ્રલ યોજના અંતર્ગત સરકારે ઈલેક્ટ્રિક વ્હિકલ્સ પર ફોકસ વધાર્યું છે.જેના અંતર્ગત સરકારે આ યોજના હેઠળના મુખ્ય પાસાંઓને તપાસીને અડચણરૂપ મુદ્દાઓને દૂર કરવા બજેટમાં જાહેરાત શરૂ કરી છે.નાણામંત્રીએ બજેટ સ્પીચમાં આગામી ટૂંક સમયમાં બેટરી સ્વેપિંગ પોલિસી લાવવાની જાહેરાત કરી છે. દેશમાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સ યોજનાને ઝડપી ગતિએ દોડાવવા માટે ચાર્જિંગ સ્ટેશન તેમજ બેટરી સ્વેપિંગ પર સૌથી વધુ ફોકસ વધારવાની જરૂર છે તેમ ઉમેર્યું છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved