લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બજેટમાં મેક ઈન ઈન્ડિયા હેઠળ 60 લાખ નોકરીઓ મળશે

કેન્દ્ર સરકારના બજેટમાં નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.જેમાં નાણામંત્રી નિર્મલા સિતારમને બજેટ રજૂ કરતા કહ્યુ હતુ કે આત્મનિર્ભર ભારત હેઠળ 16 લાખ નોકરીઓ આપવામાં આવશે.તેમજ મેક ઈન ઈન્ડિયા હેઠળ 60 લાખ યુવાનોને નોકરીઓ મળશે.આ સાથે તેમણે વાયદો કર્યો હતો કે આગામી પાંચ વર્ષમાં બીજી વધારાની 30 લાખ નોકરીઓનુ સર્જન કરવામાં આવશે.જેમાં યુવાનોને નોકરીઓ મળી રહે તે માટે સ્કિલ ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.આ માટેની યોજનાઓને નવેસરથી શરૂ કરવામાં આવશે.જેથી રોજગારીની તકો વધે જેમાં તેમણે કહ્યુ હતુ કે યુવાનોને ઉદ્યોગોની જે જરૂરિયાત છે તે પ્રમાણે તાલીમ આપવી જરૂરી છે અને આ માટે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન પ્રોગ્રામમાં ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે ફેરફારો કરવામાં આવશે.બીજીતરફ વિવિધ રાજ્યોમાં જે પણ આઈટીઆઈ ચાલે છે તેને પણ ઉદ્યોગોની જરૂરીયાત પ્રમાણે અપગ્રેડ કરવામાં આવશે.