કેન્દ્ર સરકારના રજૂ થયેલા બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે.જેમાં હથિયારો અને સેનાની બીજી જરૂરિયાતો માટે અન્ય દેશો પર ભારણ ઘટાડવા માટે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો મંત્ર લાગુ કરવાનુ નક્કી કર્યુ છે.જેમાં નાણામંત્રીના એલાન મુજબ સરકાર સંરક્ષણ ક્ષેત્રની ખરીદી માટે જે પણ રકમ ફાળવવામાં આવશે તેમાંથી 68 ટકા રકમ દેશના ઉદ્યોગો પાસેથી ખરીદી કરવા માટે વાપરશે આ પહેલા આ રકમનો આંકડો 58 ટકા હતો.જેને આ બજેટમાં 10 ટકા વધારી દેવામાં આવ્યો છે.આ સિવાય નાણામંત્રી નિર્મલા સિતારમને કહ્યુ હતુ કે સંરક્ષણમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ઉદ્યોગો તેમજ સ્ટાર્ટઅપને પણ મંજૂરી અપાશે તેમજ સંરક્ષણ બજેટમાં રિસર્ચ એન્ડ ડેવપલમેન્ટ માટે જે રકમ ફાળવવામાં આવી છે તેમાંથી 25 ટકા રકમ તેના પર ખર્ચ કરવામાં આવશે.ખાનગી ઉદ્યોગો પણ ડીઆરડીઓ અને બીજી સરકારી સંસ્થાઓ સાથેના ડિફેન્સ માટેના રિસર્ચમાં ભાગીદારી કરી શકશે.જોઈન્ટ સહયોગથી જે પણ હથિયારો કે સિસ્ટમ ડેવલપ કરાશે તેના ટેસ્ટિંગ માટે એક કેન્દ્રીય સંસ્થાની પણ સ્થાપના થશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved