કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રને માઠી અસર થઈ હતી.આ સમયગાળા દરમિયાન અનેક લોકોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો તો અમુક લોકોને સેલેરીમાં કાપ સહન કરવો પડ્યો હતો.જેમાં પગારદાર વર્ગને સરકાર પાસેથી ટેક્સ પેટે કે અન્ય કોઈ માધ્યમથી રાહતની અપેક્ષા હતી.પરંતુ આ આશા ઠગારી નીવડી છે.જેમાં વર્ષ 2022-23 માટે રજૂ થયેલ બજેટમાં સરકારે કોઈ પ્રકારની રાહત દેશના પગારદાર વર્ગને આપી નથી.આમ નાણામંત્રીએ બજેટ ભાષણમાં સામાન્ય પગારદારને ટેક્સ માફી કે છૂટછાટ આપી નથી.આ સિવાય વ્યકતિગત ટેક્સ મર્યાદામાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી.બજેટમાં એન.પી.એસની મર્યાદામાં રાજ્ય સરકારના કર્મચારીઓને છૂટ મળી છે. કેન્દ્ર સરકારના કર્મચારીને મળતા 14% એન.પી.એસ ડિડકશનની સામે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ મર્યાદા 10% હતી,જેને બજેટમાં વધારીને 14% કરી આપવામાં આવી છે.આ સિવાય સરકારે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલિંગમાં સુધારા વધારા માટે 2 વર્ષનો ગ્રેસ પીરિયડ આપ્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved