કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.જેમાં તેમણે કૃષિ,રેલવે સહિત વિભિન્ન ક્ષેત્રો માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. આગામી વર્ષોમાં કેન્દ્ર સરકાર કૃષિક્ષેત્રે ડ્રોનના ઉપયોગ પર ખૂબ જ ફોકસ કરવાની છે.જેમાં અનેક વર્ષોથી આર્થિક તંગી અને મુશ્કેલીભર્યું જીવન વિતાવી રહેલા કરોડો ખેડૂતો માટે સરકાર અનેક મોરચે કામ કરવાની છે.નાણામંત્રી નિર્મલા સીતારામણે ડ્રોન અંગે મહત્વની જાહેરાત કરતાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે કૃષિક્ષેત્રે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. જે અંગે તેમણે જણાવ્યુ હતું કે પાકનું મૂલ્યાંકન,લેન્ડ રેકોર્ડ્સનું ડિજિટલાઈઝેશન,કીટનાશકો અને પોષકતત્વોના છંટકાવ માટે કિસાન ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન મળશે.આ સિવાય સાર્વજનિક ક્ષેત્રના અનુસંધાન અને કૃષિના હિતધારકોની ભાગીદારી સાથે ખેડૂતો માટે પીપીપી મોડમાં યોજના શરૂ કરવામાં આવશે.તેલીબિયાંના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક યોજના લાગુ થશે.જે ખેડૂતો એગ્રો-ફોરેસ્ટ્રી માટે કામ કરવા માગે છે તેમને નાણાકીય મદદ આપવામાં આવશે.પોલીસિલિકોન માટે ઉચ્ચ દક્ષતાવાળા મોડ્યુલના નિર્માણ માટે પીએલઆઈ માટે રૂ.19,500 કરોડ આપવામાં આવશે.જેમાં સરકાર સશસ્ત્ર બળોમાં આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે.જ્યારે ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર પાથરવાનું કામ વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved