દેશના અર્થતંત્રમાં ઉદ્યોગ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહામારીના સમયમાં પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં દેશના ઉત્પાદન, નિકાસ અને જીડીપીમાં સૌથી મોટો હિસ્સો માઈક્રો,સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈસનો છે. એમાં પણ કેન્દ્ર સરકારે આ ક્ષેત્રની વ્યાખ્યા અને તેની લાયકાતમાં વધારો કર્યા પછી કૃષિ અને સંલગ્ન સેવાઓ કરતા એમએસએમઈનો જીડીપીમાં હિસ્સો વધી ગયો છે.ત્યારે દેશના 6 કરોડ એકમો દેશના જીડીપીમાં લગભગ ૩૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને 11 કરોડ લોકોને રોજગારી આપે છે.વર્તમાન સમયમાં નાની કંપનીઓ ઉપર લોકડાઉન,નિયંત્રણની સૌથી વધુ અસર થઇ છે.બીજીતરફ કેન્દ્ર સરકારે કૃષિક્ષેત્ર માટે જે બજેટની ફાળવણી કરી છે તેની સામે એમએસએમઈની ફાળવણી ઘણી નાની છે.આ ક્ષેત્રની અપેક્ષા હતી કે નાના ઉદ્યોગોમાં પણ રોકાણ વધે તે માટે તેમને વધુ પ્રોત્સાહન મળે એ રીતે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટીવ હેઠળ સમાવી લેવામાં આવે તે પરિપૂર્ણ થઇ નથી.આમ આજના બજેટમાં નાણામંત્રીએ મહામારીમાં જેને અસર થઇ છે તેવા હોટેલ્સ અને તેને સંલગ્ન સેવાઓને પણ એમએસએમઈની ક્રેડીટ લિન્ક ધિરાણ સ્કીમમાં રૂ.50,૦૦૦ કરોડની ધિરાણ મર્યાદામાં આવરી લેવાની જાહેરાત કરી છે.આ ઉપરાંત ક્રેડીટ ગેરેંટી ટ્રસ્ટમાં વધારાની ફાળવણી કરવામાં આવી છે.આ બન્ને વ્યવસ્થાનો આધાર બેન્કિંગ આધારિત છે.જેમાં યુનિટની ક્ષમતા અને તેની નાણાકીય શક્તિના આધારે જ ફાયદો મળવાનો છે.ક્રેડીટ ગેરેંટી સ્કીમમા 6 કરોડ એકમ સામે માત્ર 1.30 કરોડને લાભ મળ્યો હતો.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved