લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બજેટમા પોસ્ટ ઓફિસના ખાતાધારકોને એટીએમ અને ઓનલાઈન બેન્કિંગ જેવી સુવિધા મળશે

બજેટમા પોસ્ટ ઓફિસના ખાતાધારકોને એટીએમ અને ઓનલાઈન બેન્કિંગ જેવી સુવિધા મળશે.જેમાં દેશની દોઢ લાખ જેટલી પોસ્ટો ઓફિસો માટે આજના બજેટમાં નાણા મંત્રી નિર્મલા સિતારમને મોટી જાહેરાત કરી છે.જે પ્રમાણે દેશની દોઢ લાખ પોસ્ટ ઓફિસોને કોર બેન્કિંગથી જોડવામાં આવશે અને તેના પર આવનારા સમયમાં કામ શરૂ કરવામાં આવશે.જેનાથી લોકોને ફાયદા થશે.જેમાં બેન્કની જેમ પોસ્ટઓફિસમાં પણ ગ્રાહકોને નેટ બેન્કિંગની સુવિધા મળશે.આમ પોસ્ટઓફિસના ધક્કા નહીં ખાવા પડે,પોસ્ટઓફિસમાં પણ મોબાઈલ બેન્કિંગ સિસ્મટને લાગુ કરવામાં આવશે.જે રીતે બેન્કના ગ્રાહકો એટીએમમાંથી પૈસા કાઢી શકે છે તે રીતે પોસ્ટઓફિસોને પણ એટીએમ સાથે જોડાણ કરવામાં આવશે.જેનાથી પોસ્ટમાં ખાતુ ધરાવનારા લોકો પણ એટીએમનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શકશે.પોસ્ટના ગ્રાહકો ઘરેબેઠા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે અને પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી શકશે.