લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બજેટમાં રેલવે મંત્રાલયને રૂ.1,40,367 કરોડની ફાળવણી કરવામાં આવી

રેલવેને સમગ્ર દેશને જોડતી મહત્વની કડી માનવામાં આવે છે.ત્યારે બજેટમાં નાણાપ્રધાને રેલવે મંત્રાલય માટે રૂ.1,40,367.13 કરોડની ફાળવણી કરવામા આવી છે. જે અગાઉના વર્ષના સુધારેલા આંકડા કરતાં રૂ.20,311 કરોડ વધુ છે.આ સિવાય નિર્મલા સીતારમને નવી 400 વંદે ભારત ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે.આમ રેલવે નાના ખેડૂતો અને ઔદ્યોગિક એકમો માટે નવી પ્રોડક્ટ્સ અને સેવા શરૂ કરશે.રેલવેમાં નવા આધુનિક કોચ અને ટેક્નોલોજી માટે જરૂરી રોલિંગ સ્ટોકના વિકાસ માટે રૂ. 7977 કરોડની ફાળવણી કરવામાં આવી છે.આ સિવાય પાટાના સમારકામ અથવા નવા પાટા બનાવવા રૂ.13,335.47 કરોડ,ગેજ કન્વર્ઝન માટે રૂ.2850 કરોડ જ્યારે ડબલિંગ માટે રૂ.12,108 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ સિવાય નવી રેલવે લાઇન્સ માટે રૂ.25,243 કરોડ ફાળવવામાં આવ્યા છે.