આગામી તા.1લી ફેબ્રુઆરીએ રજુ થનારા નવા નાણાંકીય વર્ષનાં બજેરમાં કેન્દ્ર સરકાર ગોલ્ડ સેવીંગ એકાઉન્ટ નામની નવી સ્કીમ જાહેર કરે તેવી શકયતાઓ છે.કેન્દ્રીય નાણામંત્રાલયે કહ્યું છે કે ચાલુ ખાતાની ખાધને કાબુમાં રાખવાના મહત્વપૂર્ણ કદમરૂપે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં ગોલ્ડ સેવીંગ એકાઉન્ટ લોંચ કરશે.જેમાં દેશની કોઈપણ બેંકોમાં ગ્રાહક ગોલ્ડ એકાઉન્ટ ખોલાવી શકશે અને નિયમીત રીતે નાણાં ભરીને સોનામાં રોકાણ કરી શકશે. આ ખાતામાંથી ગમે ત્યારે નાણાં પાછા મેળવી શકશે.જેમાં નાણાં પાછા મેળવતી વખતે સોનાના ભાવ હોય તે પ્રમાણે રકમ પરત આપવામાં આવશે.ભારતમાં સોનામાં રોકાણ કરનારો મોટો વર્ગ છે અને તેનાંથી સોનાની ફીઝીકલ ડીમાંડ વધતી જાય છે અને કિંમતી વિદેશી હુંડીયામણ બહાર ધકેલાય છે.જેના પરીણામે ચાલુ ખાતાની ખાધ વધે છે.ફીઝીકલ સોનાની ખરીદી રોકીને બેંક મારફત રોકાણ કરાવવાના ઉદેશ સાથે સરકાર ગોલ્ડ સેટીંગ એકાઉન્ટ સ્કીમ જાહેર કરી શકે છે.ગોલ્ડ સેવીંગ એકાઉન્ટમાં સોર્વેજીન જુના ગોલ્ડ બોન્ડના ધોરણે વ્યાજ પર આપવામાં આવે તેવી શકયતા છે. સોર્વેજીન ગોલ્ડ બોન્ડમાં 2.50 ટકાનું વ્યાજ મળે છે.જ્યારે ડીજીટલ ગોલ્ડ સ્કીમ માટે નિયમનકારની પણ રચના કરવામાં આવી શકે છે.આમ ભારતમાં દર વર્ષે 800 થી 850 ટન સોનાની આયાત થાય છે,જેમાં ગત વર્ષનાં એપ્રિલ-ડીસેમ્બરમાં આગલા વર્ષની સરખામણીમાં ડબલ આયાત થઈ હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved