ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આઇસીસી ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં ટોપ-10માં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યારે કોહલી નવા ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં નવમા સ્થાને છે. ભારતના લોકેશ રાહુલ રેન્કિંગમાં 18માં સ્થાનના સુધારા સાથે 31માં ક્રમે આવી પહોંચ્યો છે. આ સિવાય ટેસ્ટ બેટ્સમેનોમાં લાબુશેન અને બોલર્સમાં કમિન્સ ટોચના સ્થાને યથાવત છે. આ સિવાય બેટ્સમેનોમાં રૂટ,વિલિયમસન,સ્મિથ,રોહિત શર્મા અને વોર્નર અનુક્રમે બીજાથી લઈને છઠ્ઠા સ્થાન સુધી છે. જ્યારે શ્રીલંકાનો કરૂણારત્ને એક સ્થાનના સુધારા સાથે 7માં ક્રમે અને પાકિસ્તાનનો બાબર એક સ્થાનના સુધારા સાથે 8મા ક્રમે છે.જ્યારે ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં કમિન્સ પછી અશ્વિન બીજા,આફ્રિદી ત્રીજા,સાઉથી 4થા અને એન્ડરસન 5મા ક્રમે છે. જ્યારે રબાડા 6થા,હેઝલવૂડ 7માં અને વાગ્નેર 8માં ક્રમે એક સ્થાનના સુધારા સાથે આવી પહોંચ્યા છે. ભારતના જસપ્રીત બુમરાહે 3 સ્થાનનો સુધારો કરતાં 9મો ક્રમ હાંસલ કરી લીધો છે. જ્યારે ભારતીય ફાસ્ટર શમીને બે સ્થાનનો ફાયદો થયો છે. તે 17માં ક્રમે આવી પહોંચ્યો છે.સાઉથ આફ્રિકાના કેપ્ટન એલ્ગર 14માં ક્રમે છે.વન ડેના કેપ્ટન ટેમ્બા બવુમાએ ટેસ્ટમાં 39મા ક્રમે આવી પહોંચ્યો છે. જ્યારે એનગિડીએ 30મો ક્રમ હાંસલ કર્યો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved