લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સી.બી.એસ.ઇએ ધો.12નુ પરિણામ જાહેર કર્યુ

વર્તમાનમા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધો.12ની બોર્ડ પરીક્ષાનુ 87.33 ટકા પરિણામ જાહેર કર્યુ છે.જેમા આ વર્ષે 16.9 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,આ પરીક્ષા ગત 15 ફેબ્રુઆરી થી 5 એપ્રિલ 2023 દરમિયાન લેવામાં આવી હતી.જ્યારે બીજીતરફ ધો.10નું પરિણામ પણ આજે જાહેર કરવામાં આવશે.ત્યારે વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન cbse.gov.in અને cbseresults.nic.inની અધિકૃત વેબસાઇટની પર ધો.12નું પરિણામ ચેક કરી શકે છે.જેમા વિદ્યાર્થીઓએ પરિણામ જાણવા માટે તેમનો રોલ નંબર દાખલ કરવાનો રહેશે.જાહેર કરવામાં આવેલા પરિણામમાં તિરૂવનંતપુરમ 99.91 ટકા સાથે સૌથી વધુ જ્યારે પ્રયાગરાજ 78.05 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો પ્રદેશ છે.