કેન્દ્ર સરકારે ઘી-માખણ જેવી ડેરી પ્રોડક્ટની અછતની આશંકા વ્યક્ત કરી છે.ત્યારે તેને પહોંચી વળવા માટે યોજના બનાવવામાં આવી છે.જેમા કોવિડ-19 રોગચાળા પછી પૌષ્ટિક,સુરક્ષિત,સ્વચ્છ દૂધ અથવા ડેરી ઉત્પાદનોની વધતી માંગને કારણે આ ક્ષેત્રમાં કુલ માંગ તેમજ પુરવઠામાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે.જેમાં સરકારના જણાવ્યા અનુસાર ગરમીની ઋતુમાં દૂધનો પૂરવઠો ખૂટી શકે તેમ છે.મિલ્ક ફેટ અને પાઉડર જેવા સંરક્ષિત ડેરી ઉત્પાદનોની આયાત કરવા માટેની ઘણી ડેરી સહકારી સંસ્થાઓની માંગ હતી.ત્યારે તેને ધ્યાનમા રાખીને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ભારત સરકાર સાથે માંગ અને પુરવઠા પર નજીકથી નજર રાખી રહ્યું છે.આમ દેશના દૂધ ઉત્પાદનમા નાણાકીય વર્ષ 2022-23 દરમ્યાન સ્થાનિક માંગમાં 8 થી 10 ટકાના વધારા સામે સ્થિર જોવા મળ્યુ છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved