કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય યોજનાઓ હેઠળ ઘણા ચાર્જમાં ફેરફાર કર્યા છે.જેમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્વાસ્થ્ય યોજના- સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કિમ હેઠળ કન્સલ્ટેશન ફી સહિત રૂમ ભાડાની મર્યાદામાં વધારો કર્યો છે.જે કેન્દ્ર સરકાર ખાનગી હોસ્પિટલોમાં પણ આ યોજનાઓ હેઠળ રાહત આપે છે.આ યોજનાઓ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ,પેન્શનરો અને પસંદગીના લાભાર્થી જૂથો તેમજ તેમના આશ્રિતોને પ્રાથમિક સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવાનું કામ કરે છે.જેમા ઓપીડી કન્સલ્ટેશન ફી રૂ.150 થી વધારીને રૂ.350 કરવામાં આવી છે.જેમા આવાસ સહિત પ્રતિ દિવસ રૂ.5,400 નક્કી કરવામા આવ્યા છે.આ સિવાય રૂમના ભાડામાં 1.5 ગણો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે જનરલ રૂમ માટે રૂ.1,500,વોર્ડ માટે રૂ.3,000 અને ખાનગી રૂમ માટે રૂ.4,500 નક્કી કરવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજનાઓ હેઠળ 1,670થી વધુ ખાનગી હોસ્પિટલો અને 213 લેબ સૂચિબદ્ધ છે.ત્યારે તેમાં મેદાંતા,ફોર્ટિસ,નારાયણ,એપોલો,મેક્સ અને મણિપાલ જેવી ઘણી મોટી હોસ્પિટલો સામેલ છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved