કેન્દ્ર સરકાર તથા તેના વિવિધ મંત્રાલયોમાં કાર્યરત દોઢ કરોડ કર્મચારી કામદારોને ફાયદારૂપ નિર્ણય અંતર્ગત ભથ્થા તથા ન્યુનતમ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.આમ કેન્દ્ર સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રેલવે,ખાણ ખનીજ,ઓઈલ ફીલ્ડ,બંદર તથા કેન્દ્રનાં અન્ય ક્ષેત્રોમાં કાર્યરત કર્મચારીઓ-કામદારોનાં વિવિધ ભથ્થાઓમાં વધારો જાહેર કરાયો છે.જે 1લી એપ્રિલ 2021ની પ્રશ્ચાદ અસરથી લાગુ પડશે.જેમાં કર્મચારી-કામદારનાં હોદા તથા ભૌગોલીક કાર્યસ્થળના આધારે દૈનિક રૂા.150 થી 210 સુધીનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ન્યુનતમ વેતનનો પણ લાભ મળશે.આમ શ્રમ મંત્રાલયની જાહેરાતથી રેલવે,ખાણખનીજ,તેલક્ષેત્રો બંદરો તથા કેન્દ્રનાં તમામ બોર્ડ નિગમોમાં કાર્યરત કામદારોને લાભ થશે.જ્યારે કોન્ટ્રાકટ પરના તથા હંગામી કામદારોને પણ તેનો લાભ મળશે.જ્યારે માસીક ધોરણે તમામને રૂા.2000 થી માંડીને રૂા.5000 સુધીનો વધારો મળશે.આમ બીનકુશળ ખાણ કર્મચારીઓને દૈનિક રૂા.431 મળશે,જયારે ખાણ તથા ભુગર્ભમાં કામ કરતા કામદારને દૈનિક રૂા.539 મળશે,કુશળ ખાણ કર્મચારીને 752 તથા ખાણની અંદર કામ કરનારને રૂા.840 મળશે.
આ સિવાય કૃષિ,બાંધકામ,સાફ-સફાઈ લોડીંગ-અનલોડીંગ જેવા ક્ષેત્રોમાં કામ કરતાં કામદારોનાં વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.આમ કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે કહ્યું હતું કે કોરાના કટોકટીથી કામદારો પર સર્જાયેલા આર્થિક દબાણને ધ્યાને રાખીને આ વધારો આપવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved