Error: Server configuration issue
ગુજરાતના સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિઓના સુભગ સમન્વયરૂપી સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.ત્યારે તેના ભાગરૂપે દેશના કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યા છે.આમ આ મુલાકાતના આરંભે પેટ્રોલિયમ મંત્રી પુરીએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન- પૂજન કર્યા હતા.ત્યારબાદ સોમેશ્વર મહાપૂજા તેમજ ધજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા.આમ આ પ્રસંગે તેમની સાથે રાજ્યના કેબિનેટ મંત્રીઓ નાણામંત્રી કનુ દેસાઈ,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,પ્રવાસન મંત્રી મુળુ બેરાએ પણ પૂજન વિધિમાં ભાગ લઈ વિવિધ ભેટ અર્પણ કરી હતી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved