લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે નવી વિદેશી વેપાર નીતિ રજૂ કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે નવી વિદેશી વેપાર નીતિ 2023 રજૂ કરી હતી.જે નીતિ આગામી 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.આ દરમિયાન મંત્રીએ કહ્યુ હતુ કે જીડીપીનો ગ્રોથ 7 ટકા થવાનો છે.આ નાણાકીય વર્ષમાં 760 થી 770 અબજ ડોલરની નિકાસ થઈ શકે છે.જેમા ગયા નાણાકીય વર્ષમાં 25 બિલિયન ડોલરની નિકાસ થઈ હતી.ત્યારે સરકારનો ઉદ્દેશ્ય એ પણ છે કે વર્ષ 2030 સુધીમા નિકાસનો આ આંકડો બે ટ્રિલિયન ડોલરથી વધુ થાય તેમ છે.ત્યારે વિદેશી વેપાર નીતિ 2023 આ પહેલાની 2015-20ની નીતિનુ સ્થાન લેશે.કોરોનાને કારણે 2020 બાદ નવી વિદેશ વેપાર નીતિ લાવવામાં આવી છે.આ પોલિસી આગામી પાંચ વર્ષ માટે રહેશે.નવી વિદેશ વેપારનીતિ હેઠળ પ્રથમ તબક્કા માટે રૂ.2200 થી 2500 કરોડની યોજના તૈયાર કરવામાં આવી છે.ત્યારે મંત્રાલયે તેને પ્રમોટ કરવા રોડમેપ તૈયાર કર્યો છે. ત્યારે તેના અંતર્ગત દરેક જિલ્લામાં એક્સપોર્ટ હબ બનાવવામાં આવશે.આ સિવાય નિકાસ વધે તેવા હેતુથી દરેક જિલ્લામાં એક્સપોર્ટ પ્રમોશન કમિટીની રચના કરવામાં આવી છે.નાના,કુટીર અને મધ્યમ ઉદ્યોગો માટેની અરજી ફીમા 50 થી 60 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.