Error: Server configuration issue
ગરમી,ઉકળાટ અને બફારાથી પરેશાન થઇ રહેલા મુંબઇગરા માટે થોડા રાહતના સમાચાર મળ્યા છે.જેમાં આગામી 48 કલાક દરમિયાન મુંબઇ સહિત નજીકના થાણે, પાલઘર,રાયગઢમાં મેઘગર્જના,વીજળીના કડાકા સાથે હળવો વરસાદી માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે તેવો વરતારો હવામાન ખાતાએ આપ્યો છે.જ્યારે બીજીબાજુ હવામાન ખાતાએ એવો પણ સંકેત આપ્યો છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડામા મેઘગર્જના,વીજળીના ચમકારા,તીવ પવન સાથે હળવી વર્ષા થાય તેવાં પરિબળો આકાર લઇ રહ્યાં છે.જ્યારે 3 અને 4 જૂન દરમિયાન વિદર્ભનાં અકોલા,ચંદ્રપુર,નાગપુર,વર્ધા,ગઢચિરોળીમાં હીટવેવની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved