લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ચારધામના યાત્રીકો ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે

ચારધામ યાત્રામાં ઓફલાઈન રજિસ્ટ્રેશનનો વિકલ્પ પણ રહેશે.રજિસ્ટ્રેશન વિના ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ પહોંચનારા શ્રધ્ધાળુઓ માટે ઓફલાઈન સેન્ટર વધારવામાં આવશે.ત્યારે હોટેલોમાં પણ રજિસ્ટ્રેશનની સુવિધા રહેશે જેથી શ્રધ્ધાળુઓને રજિસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી ન પડે.ચારધામ યાત્રામાં અનેક શ્રધ્ધાળુઓએ રજિસ્ટ્રેશન વિના જ હોટેલ,હોમસ્ટેનું બુકીંગ કરાવી લીધું હતું,ત્યારે આવી પરિસ્થિતિમા શ્રધ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આવા શ્રધ્ધાળુઓ માટે પણ દર્શનની સુવિધા નિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.જેના માટે હરિદ્વાર,ઋષિકેશ સહિતના સ્થળો પર પણ ઓફલાઈન રજિસ્ટ્રેશન કેન્દ્રો ખોલવામાં આવશે.જેમા જૂના કેન્દ્રોની સાથે નવા ઓફલાઈન રજિસ્ટ્રેશન કેન્દ્ર વધારવામાં આવશે.જેમા હોટેલોને પણ રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવશે.