લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ચારધામ યાત્રામાં ગુજરાતના બે સહિત 7 શ્રદ્ધાળુઓના મોત થયા

વર્તમાનમા હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે.જેમાં બે દિવસ પુર્વે કેદારનાથ ધામ બાદ આજે બદ્રીનાથધામના કપાટ ખુલ્યા હતા.ત્યારે ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતના એક સહિત બે યાત્રાળુઓના કેદારનાથ યાત્રામાં મોત થયા હતા.આમ ચારધામ પૈકી કેદારનાથ તથા યમુનોત્રીની યાત્રા સૌથી કઠીન માનવામાં આવે છે.જેમા ગૌરીકુંડ થી કેદારનાથનો 16 કીમીનો માર્ગ તથા જાનકી ચડ્ડીથી યમુનોત્રીનો 6 કીમીનો માર્ગ વિકટ છે.ત્યારે આ બન્ને યાત્રા સ્થળ 10,000 ફુટની ઉંચાઈએ હોવાથી વૃદ્ધોને કયારેક તકલીફ થાય છે.જેમાં 7માંથી બે ગુજરાતના તથા મહારાષ્ટ્ર,પશ્ર્ચિમ બંગાળ,આંધ્રપ્રદેશ,ઉતરપ્રદેશ તથા મધ્યપ્રદેશના એક-એક યાત્રાળુઓનો સમાવેશ થાય છે.જ્યારે પ્રથમ બે દિવસમાં 20,000 શ્રદ્ધાળુઓ કેદારધામ પહોંચ્યા હતા.