લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ચારધામ યાત્રાળુઓની સુરક્ષા અંગે પરિવહન વિભાગ સતર્ક બન્યુ

કેદારનાથ-બદરીનાથ સહિત ઉત્તરાખંડ ચારધામ યાત્રા પર જતા તીર્થ યાત્રાળુઓની બેદરકારી તીર્થ યાત્રાળુઓની મુશ્કેલી વધારી શકે છે.જેમા દિલ્હી-એનસીઆર,ઉત્તર પ્રદેશ,મધ્યપ્રદેશ સહિત દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડમા રસ્તા પર રાત પસાર કરવી પડી શકે તેમ છે.જેમાં ટેક્સી સહિત અન્ય કમર્શિયલ ગાડીઓને લઈ અપડેટ સામે આવી છે.ત્યારે ટેક્સી સહિત કમર્શિયલ ગાડીઓના ડ્રાઈવરોની મેડીકલ ફિટનેસ બાદ જ ગાડીઓને આગળ જવા દેવાશે.આ સિવાય બીજા પ્રદેશોમાંથી ઉત્તરાખંડના રસ્તાઓ પર કમર્શિયલ ગાડીઓને ચલાવવા માટે ગાડીઓ સાથે સંબંધિત ડોક્યુમેન્ટ હોવા પણ જરૂરી છે.આ સિવાય ચારધામ યાત્રા પર જતા તમામ કમર્શિયલ વાહનોના ડ્રાઈવરોની ઋષિકેશમાં જરૂરી સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવશે,કમર્શિયલ મુસાફર વાહનોમા બે ડ્રાઈવરોનું હોવુ જરૂરી હશે.ઋષિકેશમાં બનવા જઈ રહેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં દરેક ડ્રાઈવરની પાંચ જુદી-જુદી તપાસ કરવામાં આવશે.ત્યારે તેને આગળ વધવાની પરવાનગી આપવામાં આવશે. યાત્રા માર્ગ પર દરેક મુખ્ય પડાવ પર ડ્રાઈવરો માટે વિશ્રામ કેમ્પ અને વાજબી ભાવે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.