લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / છત્તીસગઢમા સરકાર શિક્ષિત બેરોજગારોને બેરોજગારી ભથ્થુ આપશે

છત્તીસગઢ સરકાર આગામી 1 એપ્રિલ-2023થી બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે.ત્યારે આ યોજના હેઠળ રાજ્ય સરકાર છત્તીસગઢમાં બેરોજગાર યુવાઓને દર મહિને રૂ.2500 આપશે.સરકારે આ યોજના માટે બજેટમાં રૂ.250 કરોડની જોગવાઈની જાહેરાત કરી છે.મુખ્યમંત્રી ભૂપેશ બધેલે 6 માર્ચ 2023ના રોજ નાણાંકીય વર્ષ 2023-24 માટે રૂ.1,21,500 કરોડનુ વાર્ષિક બજેટ રજુ કર્યું હતુ.યોજના હેઠળ ધો.12 પાસ કરનાર તેમજ વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખથી ઓછી છે તેવા 18 થી 35 વર્ષની ઉંમરના બેરોજગાર યુવાનો દર મહિને રૂ.2500નુ ભથ્થું આપવામાં આવશે.આ ઉપરાંત છત્તીસગઢના કોઈપણ જિલ્લા રોજગાર તેમજ સ્વ-રોજગાર માર્ગદર્શન કેન્દ્રમાં નોંધણી કરાવેલી હોવી જોઈએ તેમજ અરજીના વર્ષના 1 એપ્રિલના રોજ ઓછામાં ઓછા 2 વર્ષ માટે રોજગાર નોંધણી હોવી જરૂરી છે.