લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / છત્તીસગઢ ભાજપના નેતા નંદકુમાર સાય કોંગ્રેસમાં જોડાયા

છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી છોડ્યાના એક દિવસ બાદ નેતા નંદકુમાર સાય કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.તેઓ છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે.કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં સાયએ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ,પ્રદેશ અધ્યક્ષ મોહન મરકામની હાજરીમાં કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી હતી.આ અવસર પર સાયએ કોંગ્રેસ સભ્યપદનું ફોર્મ ભર્યું અને મુખ્યમંત્રીએ તેમને સૂતરની માળા પણ પહેરાવી હતી.આ અવસર પર કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા.સાઈએ રવિવારે રાજ્ય બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અરૂણ સાવના નામે પોતાનું રાજીનામું મોકલ્યું હતું.તેઓ પ્રથમ વર્ષ 1977માં મધ્યપ્રદેશની ટપકારા વિધાનસભા બેઠકથી જનતા પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.