કોરોના વાયરસની સ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે.ત્યારે સતત વધતાં કેસો વચ્ચે કડકાઇ અને સખત પગલાં ભરવાનો સમય આવી ગયો છે.ત્યારે છત્તીસગઢના દુર્ગમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.જ્યારે કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્યના પુણેમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.આમ દુર્ગના કલેક્ટર અનુસાર જિલ્લામાં આગામી ૬ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે.તેમજ લોકડાઉન સમયે જે નિયમો હતા તે નિયમોનું પાલન કરવામાં આવશે.
છત્તસીગઢના દુર્ગ પહેલાં મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં લોકડાઉન,નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવી ચૂક્યો છે.જ્યારે મધ્યપ્રદેશમાં અડધાથી વધુ જિલ્લાઓમાં દર રવિવારે લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે.આમ કોરોનાના વધતાં કેસોએ રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે.ત્યારે કેન્દ્ર સરકારે પણ રાજ્યોમાં કેન્ટેનમેન્ટ ઝોન બનાવવા પર ધ્યાન આપવા કહ્યું છે.
મહારાષ્ટ્રના પુણેમાં ૩ એપ્રિલથી નાઇટ કર્ફ્યૂ લાગુ થશે.જેની આવતાં શુક્રવારે સમીક્ષા કરવામાં આવશે.જ્યાં સાંજે ૬ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ રહેશે.આ સિવાય આગામી 7 દિવસો સુધી બાર,હોટલ,રેસ્ટોરાં બંધ રહેશે.જ્યારે લગ્ન માટે ૫૦ અને અંતિમ સંસ્કાર માટે ૨૦ લોકોની જ પરવાનગી રહેશે.
દેશમાં એક દિવસમાં કોરોનાના ૮૧,૪૬૬ નવા કેસ સામે આવ્યા છે.ત્યારે કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૨૩,૦૩,૧૩૧ થઇ ગઇ છે.જ્યારે ૪૬૯ લોકોનાં મોત નિપજ્યાં છે.જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૫૦,૩૫૬ લોકોએ કોરોનાને માત આપી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved