લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / પૂજારા ઇંગ્લેન્ડ સામે હજાર રન પૂરા કરવાની સિદ્ધિ નોંધાવશે

ભારતીય તેમના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ચોથી અને અંતિમ ટેસ્ટમાં જો ૪૫ રન કરે તો ભારતની ધરતી પર ઇંગ્લેન્ડ સામે હજાર રન પૂરા કરવાની સિદ્ધિ નોંધાવી શકે છે.આમ તેણે ઇંગ્લેન્ડ સામે ભારતની ધરતી પર અત્યારસુધીમાં ૯૫૫ રન નોંધાવ્યા છે.ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ૭૩ રન કર્યા હતા,પરંતુ પછીની બંને ટેસ્ટમાં ખાસ રમી શક્યો ન હતો.આમ સુનીલ ગાવસ્કર,ગુંડપ્પા વિશ્વનાથ અને વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે ભારતની ધરતી પર હજાર રન કરી ચૂક્યા છે.આ સિવાય ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની જેમ પૂજારા પણ લાંબાસમયથી ટેસ્ટમાં સદી લગાવી શક્યો નથી.