Error: Server configuration issue
રાજ્યના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં લાંબા વિરામ બાદ ગતરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં રાત્રે ૧૨ વાગ્યાથી ૨ કલાકમાં ૬૩ મીમી વરસાદ સાથે ૮૪ મીમી વરસાદ વરસ્યો હતો. આમ દિવસ દરમ્યાન વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહ્યા હતા. પરંતુ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સિવાય ચીખલી તથા ઉપરવાસમાં સારા વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા,કાવેરી,ખરેરા સહિતની લોકમાતાઓમાં પાણીની સપાટી વધી જવા પામી હતી. જ્યારે બીજી તરફ વરસાદથી સ્થાનિક કોતરો,તળાવોમાં પાણીની નવી આવક થઈ હતી સાથે ડાંગર સહિતના ખેતીપાકોને વરસાદથી લાભ થવા પામ્યો છે. આ સાથે તાલુકામા સિઝનનો ૪૫.૮૮ ઇંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved