અમેરિકાના મિસિસિપીમાં વસતા ગુજરાતી પરિવારની દીકરીએ યુ.એસ નેવીમાં નિમણૂંક પામીને નવસારી સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.આમ મિસિસિપીમાં પોતાના નાના-નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી ચીખલીની પાટીદાર સમાજની પુત્રી આજે યુએસ નેવીમાં પસંદગી પામતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે.શિકાગો ખાતેના નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટરમાં 10 અઠવાડિયાની ટ્રેનિંગમાંથી પસાર થયા બાદ યુએસ નેવીમાં નિમણૂંક પામતાં નૈત્રી પટેલના પરિવારજનોનો ઉત્સાહ વધ્યો છે.આમ ચીખલીના વાંઝણા ગામની પુત્રીએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુએસ નેવીમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો.ત્યારે શરૂઆતમાં આ પરિવારને પુત્રીના નિર્ણય પર થોડી શંકા-કુશંકા હતી.પરંતુ ઉત્સાહ અને અદમ્ય સાહસની પાંખો સાથે મૈત્રી પટેલે 10 સપ્તાહની ટ્રેનિંગમાંથી પસાર થઈને યુએસ નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવી હતી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved