લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનની બેઇજિંગની હોસ્પિટલમાં આગ લાગતાં 29 લોકોનાં મોત થયા

ચીનની રાજધાની બેઇજિંગની હોસ્પિટલમાં લાગેલી આગનો મૃત્યુઆંક વધીને 29 થઇ ગયો છે.જે મૃતકોમાં 26 દર્દીઓ સામેલ છે.ત્યારે આ ઘટનાને પગલે હોસ્પિટલના વડા તેમજ ડેપ્યુટી સહિત 12 લોકોની અટકાયત કરવામાં આવી છે.બેઇજિંગની ચાંગફેંગ હોસ્પિટલમાં આગ લાગી હતી.જેમા એક કલાકની અંદર આ આગ પર અંકુશ મેળવી લેવામાં આવ્યો હતો.આ સિવાય હોસ્પિટલમાં દાખલ અન્ય 70 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.