લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનમાં એચ3એન8 બર્ડ ફ્લુથી પ્રથમ મોત થયું

ચીનમાં ફરીએકવાર વાયરસે તબાહી મચાવી છે.જેમાં એચ3એન8 નામના બર્ડ ફ્લૂ વાયરસના કારણે એક વ્યક્તિનું મોત થયું છેજેમાં દક્ષિણ ચીનના ઝોંગશાન શહેરમાં 56 વર્ષીય મહિલા એચ3એન8 બર્ડ ફ્લૂથી સંક્રમિત હતી.ત્યારે તેનું મૃત્યુ થયું હતું.જેમાં વિશ્વ આરોગ્ય ઓર્ગેનાઈઝેશન મુજબ એચ3એન8 નામના એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી આ પ્રથમ માનવ મૃત્યુ થયુ છે.ત્યારે ગયા વર્ષે મનુષ્યોમાં આ ચેપના વધુ બે કેસ જોવા મળ્યા હતા.જેમા મહિલા બીમાર પડતા પહેલા પશુ બજારમાં જીવિત પોલ્ટ્રીના સંપર્કમાં આવી હતી.ત્યારે તે બજારમાંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનામાં આ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ જોવા મળ્યો હતો,જ્યારે તેના ઘરે લીધેલા નમૂનાઓ નેગેટિવ આવ્યા છે.આમ સામાન્ય રીતે એચ3એન8 ફ્લૂ વાયરસ સામાન્ય રીતે પક્ષીઓમાં જોવા મળે છે,પરંતુ તે ઘોડાઓમાં પણ જોવા મળે છે.