લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ચીનમાં નવિન ઇલેક્ટ્રિક કાર રજૂ કરવામાં આવી

ચીનની ઓટોમેકર કંપની બિલ્ડ યોર ડ્રીમે શાંઘાઈ ઓટો શોમાં તેની નવી ઓલ-ઈલેક્ટ્રિક સુપરકાર રજૂ કરી હતી.જે કાર રોડ પર બાઉન્સ કરતા કરતા ચાલશે અને આ કાર માત્ર ત્રણ પૈડાં પર પણ દોડાવી શકાશે.જે સસ્પેન્શન સિસ્ટમમાં ઇન્ટેલિજન્ટ ડેમ્પિંગ બોડી કંટ્રોલ સિસ્ટમ,ઇન્ટેલિજન્ટ હાઇડ્રોલિક બોડી કંટ્રોલ સિસ્ટમ અને ઇન્ટેલિજન્ટ એર બોડી કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ થાય છે, જે તમામ સુપરકારને બધી બાજુથી કંટ્રોલ પ્રદાન કરે છે.જેમાં જો કારનું આગળનું વ્હીલ બગડી જાય અથવા તો ટાયર ફાટે તો આ સસ્પેન્શન સિસ્ટમ કારને આગળથી સહેજ ઉંચી કરી દે છે.જેના કારણે બ્રેક રોટર રસ્તાને સ્પર્શતી નથી અને કાર કોઈપણ સમસ્યા વિના સામાન્ય રીતે આગળ વધતી રહે છે.