લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનમાં ડ્રેગનફ્રુટમાં કોરોના વાયરસ દેખાતા સુપર માર્કેટ બંધ કરાવાયા

કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન અગાઉના તમામ વેરિએન્ટ કરતા ખતરનાક બનીને સામે આવ્યો છે. જેમાં તમામ દેશો તેના સપાટામાં આવી ચુકયા છે.ચીનમાં ડ્રેગન ફ્રુટમાં પણ કોરોનાએ દેખા દીધી છે.જે ડ્રેગન ફ્રુટની આયાત વિયેતનામથી કરવામાં આવી હતી.એ પછી ચીને સંખ્યાબંધ સુપરમાર્કેટ બંધ કરાવી દીધા છે.ચીનના જેજિયાંગ અને જિયાંગ્શી પ્રાંતના નવ શહેરોમાં ફળોની કરાયેલી ચકાસણીમાં કોરોના વાયરસ દેખાયો છે.ત્યારપછી જેમણે ફ્રુટ ખરીદયા છે તેમને ક્વોરેન્ટાઈન થવા માટે કહેવાયુ છે.ચીને વિયેતનામથી ડ્રેગન ફ્રુટની આયાત પર પણ આગામી 26 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મુકી દીધો છે.આમ ચીનમાં શીઆન કોરોના વાયરસ વધ્યા બાદ પહેલેથી જ લોકડાઉન લગાવી દેવાયેલુ છે.