લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીને એલએસી પર એરસ્ટ્રિપ્સ,હેલિપેડ અને મિસાઈલ બેઝ તૈયાર કર્યા

વર્ષ 2020માં ગલવાન વિવાદ પછી ભારત સાથે કમાન્ડર સ્તરે વાતચીતના રાઉન્ડ થયા જેમાં તે સરહદ પર શાંતિ જાળવી રાખવાની વાત કરી ચૂક્યું છે.તેમ છતાં તે વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક તેની તાકાત વધારી રહ્યું છે.ત્યારે સેટેલાઈટ દ્વારા મોકલાયેલી તસવીરોએ ચીનના ઈરાદાઓને ઉઘાડા પાડી દીધા છે.2020થી પીપલ્સ લિબરેશન આર્મી પોતાના માટે એલએસી નજીક એરફિલ્ડના વિસ્તરણની કામગીરી કરી રહી છે.ત્યારે મે 2020માં શરૂ થયેલા સૈન્ય ગતિરોધ પછી ચીને ઝડપથી સૈનિકોની તૈનાતી સાથે એરસ્ટ્રીપ્સ,હેલિપેડ,રેલ્વે સુવિધાઓ,મિસાઈલ બેઝ અને પુલ બનાવ્યા છે.જેમા ચીને હોતાન,નગરી ગુંસા અને લ્હાસામાં નવા રનવે,ફાઈટર જેટ રાખવા માટે નવા ડિજાઈન શેલ્ટર અને મિલિટરી ઓપરેશન ઈમારતોનુ મોટાપાયે નિર્માણ કર્યું છે.