લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનના હેબેઈ પ્રાંતના ગોડાઉનમાં આગ લાગી

ચીનના ઔદ્યોગિક પ્રાંત હેબેઈમાં એક રેફ્રિજરેટેડ ગોડાઉનમાં આગ લાગવાની તપાસ કરવામા આવી રહી છે.ત્યારે આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે.જેમાં ગામમાં બનેલા ગોડાઉનને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો,ત્યારે અચાનક આગ લાગી હતી.ત્યારબાદ આ આગ વધુ વિકરાળ બની હતી.આમ આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર રાત્રે 11 વાગે કાબુ મેળવ્યો હતો. જેમાં બચાવ કર્મચારીઓએ ઘટનાસ્થળેથી 11 લોકોને બહાર નિકાળ્યા હતા અને તમામના મોત નિપજ્યા હતા.