લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનના લોકો વિશ્વમાં હરવા ફરવામાં નંબર વન જોવા મળ્યા

સમગ્ર વિશ્વમાં હરવા ફરવામાં ચીનના લોકો સૌથી આગળ જોવા મળી રહ્યા છે.ત્યારે તેમણે આ બાબતમાં અમેરિકાને પાછળ છોડી દીધુ છે.ત્યારે વર્ષ 2019માં ચીનના 160 મિલિયન લોકોએ વિદેશ યાત્રા કરી હતી જેની પાછળ તેઓએ રૂ.277 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો.આમ વિદેશ યાત્રા કરનારા દેશોના લોકોના લિસ્ટમાં ભારત ટોપ 10માં પણ નથી.ભારત સહિત એશિયાના કોઈ દેશોના લોકો આ મામલે ચીનની આસપાસ પણ નથી.આમ ચીનમાં 400 મિલિયન લોકો જ્યારે ભારતમાં 60 મિલિયન લોકો મિડલ ક્લાસ છે.આ સિવાય ભારતના મિડલ ક્લાસની આવક ચીનના મિડલ ક્લાસની આવક કરતા ઘણી ઓછી જોવા મળે છે.ચીનના બીજા ઘણા દેશો સાથે વિઝા ફ્રી ટ્રાવેલ માટે કરાર થયા હતા.જેના કારણે વિદેશ જનારાઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો હતો.