લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે સેનાને યુધ્ધ માટે તૈયાર રહેવા આદેશ કર્યો

સાઉથ ચાઈના સીમાં ચીન અને અમેરિકા વચ્ચેનો ટકરાવ વધુ ઉગ્ર બની રહયો છે.ત્યારે અમેરિકાએ ફિલિપાઈન્સ સાથે અત્યારસુધીનો સૌથી મોટો યુધ્ધાભ્યાસ શરૂ કર્યો છે અને તાઈવાન સામે બાંયો ચઢાવી રહેલા ચીનનુ ટેન્શન વધી રહ્યુ છે.ત્યારે ચીને પોતાની સેનાને જંગ માટે તૈયાર રહેવા કહ્યુ છે.આમ સાઉથ ચાઈના સીમાં યુધ્ધ છેડાય તેવો ખતરો વધી ગયો છે.જેમાં જિનપિંગે ચીનની નૌસેનાનુ નિરિક્ષણ કર્યુ હતુ અને સેનાને એલર્ટ રહેવા આદેશ આપ્યો હતો.ચીને વર્તમાનમાં ત્રણ દિવસનો યુધ્ધાભ્યાસ કર્યો હતો.જેમા સેંકડો યુધ્ધ જહાજો તેમજ લડાકુ વિમાનોએ ભાગ લીધો હતો.બીજીતરફ અમેરિકાએ પણ ચીનના કોઈપણ પ્રકારના આક્રમણનો જવાબ આપવા માટે પોતાના યુધ્ધ જહાજો સાઉથ ચાઈના સીની આસપાસ તૈનાત કરી નાખ્યા છે.આ સિવાય ફિલિપાઈન્સની નૌસેના સાથે એક યુધ્ધાભ્યાસ થઈ રહ્યુ છે.