લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીને અંતરિક્ષમા પ્રથમવાર નાગરિક મોકલ્યો

અંતરિક્ષ સંશોધનોમાં અમેરિકા અને યુરોપિયન સ્પેસ એજન્સી પછી ચીન પાછળ રહેવા માંગતું નથી.ત્યારે ચીને પણ પોતાના તિઆનગોંગ અંતરિક્ષ સ્ટેશન પર અંતરિક્ષયાત્રીઓ મોકલ્યા છે.જે ૩ અંતરિક્ષયાત્રીઓમાં પ્રથમવાર ચીની નાગરિકને પણ મોકલવામાં આવ્યો છે.આ સાથે ચીન અંતરિક્ષમાં માનવીઓને મોકલનારો ત્રીજો દેશ બન્યો છે.આ સાથે બીહાંગ યુનિવર્સિટી પ્રોફેસર ગ્વી હાઇચાઓ સ્ટેશનમાં જનાર પ્રથમ ચીની નાગરિક બની ગયા છે.શેનજાઉ 16 નામથી આ મિશન અંર્તગત લોન્ગ માર્ચ 2 એફ રોકેટ ઉત્તર પશ્ચિમી ચીનમાં આવેલા જુકુઆન સેટેલાઇટ લોંચ સેન્ટરથી ૩૦ મે સવારે 9:31 મિનિટ પર છોડવામાં આવ્યું હતુ.ચીનના આ અવકાશ મિશન ટીમના કમાંડર જિંગ હાઇપિંગ છે.ચીનનો અંતરિક્ષ કાર્યક્રમ સેના દ્વારા સંચાલિત થાય છે.ચીની નાગરિક અંતરિક્ષયાત્રી ગ્વાઇ હાઇચાઓ મિશનમા પેલોડ નિષ્ણાત છે જેઓ સ્પેસમાં સાયન્સ એકસપેરિમેન્ટલ પેલોડસના ઓન ઓરબિટ ઓપરેશનની જવાબદારી સંભાળશે.આ સિવાય ચીન એક મિશન હેઠળ મંગળ ગ્રહ અને ચંદ્ર પર રોબોટિક રોવર લેન્ડ કરી ચૂકયું છે.ત્યારે ચીન આગામી 2030 સુધીમાં ચંદ્વ પર માનવીઓની એક ટીમ ઉતારવા ઇચ્છે છે.ત્યારે તે પહેલા આ પ્રકારના એકસપેરિમેન્ટના તારણો અને નીરિક્ષણોનો ઉપયોગ કરી રહયું છે.