લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનના સ્પેસ સ્ટેશન પર ત્રણ એસ્ટ્રોનોસ્ટનું સફળ ઉતરાણ થયું

ચીનના ત્રણ એસ્ટ્રોનોટ્સ સાથેના સ્પેસક્રાફ્ટે ગુરુવારના રોજ સફળતાપૂર્વક દેશના નવા સ્પેસ સ્ટેશન પર ઉતરાણ કર્યું હતું.આમ ગોબીના રણમાંથી લોન્ચ કરાયેલા આ સ્પેસક્રાફ્ટની સફળતા ચીનના સ્પેસ મિશનમાં મોટું સીમાચિહ્ન છે.ચાઇના મેન્ડ સ્પેસ એજન્સી શેન્ઝુ-૧૨ મેન્ડ સ્પેસશિપે ગુરુવારે બપોરે ‘તિઆન્હે’ સ્પેસ સ્ટેશન પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું.ત્યારે ગુરુવારે લોન્ચ કરાયેલું સ્પેસશિપ બપોરે ૩:૫૪ કલાકે ચીનના સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું.આમ આ સમગ્ર પ્રક્રિયાને લગભગ સાડા 6 કલાકનો સમય લાગ્યો હતો.આ અગાઉ ઉત્તર-પશ્ચિમ ચીનના ગોબી રણમાંથી લોંગ માર્ચ-2F કેરિયર રોકેટની મદદથી સ્પેસશિપને લોન્ચ કરવામાં આવી હતી.આમ એપ્રિલમાં ‘તિઆન્હે’ સ્પેસ સ્ટેશન જે કોર મોડ્યુલની પરિભ્રમણ કક્ષામાં મોકલાયું હતું ત્યાં જ સ્પેસક્રાફ્ટ શેન્ઝુ-૧૨ દ્વારા ત્રણ એસ્ટ્રોનોટ્સને મોકલવામાં આવ્યા હતા.