લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરાખંડ સરહદ પર ચીન ગામડા વસાવવા લાગ્યુ

વર્તમાનમાં ચીન અરૂણાચલ પ્રદેશ બાદ ભારતની ઉત્તરાખંડ સરહદ પર પોતાના ગામડા વસાવવા માંડ્યુ છે.જેને ડિફેન્સ વિલેજ તરીકે ઓળખવામાં આવશે.આ ગામડાઓ પર ચીનની સેના નજર રાખશે.આમ ચીને ઉત્તરાખંડ સરહદ પર પણ ધમપછાડા કરવા માંડ્યા હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે આ દરેક ગામડામાં 250 ઘર હશે. ભારત-ચીનની લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલથી 11 કિલોમીટર દુર આ ગામડા વસાવવામાં આવશે.આ સિવાય 35 કિલોમીટર દુર બીજા પ્રકારના ગામડા ચીન ઉભા કરી રહ્યુ છે.જેમાં 50 થી 55 ઘર હશે.આ ગામડાઓ પણ ચીનની સેનાના નિયંત્રણમાં હશે.આ સાથે પૂર્વ સેક્ટરમાં ચીન 400 જેટલા ગામડા વસાવવાની યોજના બનાવી ચુકયુ છે.