લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીને તાઇવાન તરફ 28 ફાઇટર જેટ ઉડાડયા

ચીને તાઇવાન પર અત્યારસુધીમાં 28 જેટલા ફાઇટર જેટ ઉડાડયા હતા.ત્યારે તાઇવાનના હવાઈદળે પ્રતિસાદરૂપે કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સ ગોઠવ્યા છે અને તે ટાપુના દક્ષિણ-પશ્ચિમ હિસ્સા પર તેની એર ડિફેન્સ સિસ્ટમની મદદથી ચાંપતી નજર રાખી રહ્યું છે.આમ ઇસ.1949 ગૃહયુદ્ધના પગલે તાઇવાન અને ચીનનું વિભાજન થયું હતું.પરંતુ ચીન તાઇવાનને તેનો હિસ્સો ગણાવે છે.જ્યારે તાઇવાન તે સમયથી સ્વશાસિત છે.ઇસ.2016માં ત્સાઇ ઇંગ વેનના રાષ્ટ્રપતિ બનવાની સાથે ચીને સરકાર પર રાજદ્વારી અને લશ્કરી દબાણ વધાર્યુ છે.કારણ કે તેણે તાઇવાનને ચીનનો ભાગ ગણવાનો ઇન્કાર કરી દીધો છે.ત્યારે તાઇવાનનો વિશાળ જનસમૂહ પણ ચીનની સાથેનું રાજકીય જોડાણ ઇચ્છતો નથી.