લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીન તિબેટના બે વિસ્તારોને શહેરનો દરજ્જો આપશે

લદ્દાખ મોરચે તનાવ વચ્ચે ચીન સરહદી વિસ્તારોમા પોતાની પકડ મજબૂત બનાવવા માટે સતત કાર્યરત જોવા મળે છે.જેમા ભારત સાથેની વિવાદિત સીમા પર બે તિબેટી કસ્બાઓને ચીને શહેરોમા ફેરવવાનુ નક્કી કર્યુ છે.જેના પગલે ભારત-ચીન વચ્ચેના સબંધોમાં વધુ તણાવ સર્જાઈ શકે તેમ છે.ત્યારે ચીને અરૂણાચલ પ્રદેશના 11 વિસ્તારોને પોતાના ગણાવીને તેના નવા નામ જાહેર કર્યા હતા અને ચીને બે કસ્બાઓને શહેરોમાં ફેરવવાની જાહેરાત કરી છે.જેમા મિલિન અને કુઓનાને શહેરોનો દરજ્જો આપવામાં આવશે એ પછી તેનો વહિવટ રિજનલ ગર્વમેન્ટ કરશે.મિલિન વિસ્તાર તિબેટની રાજધાની લ્હાસા સાથે રેલવેમાર્ગે જોડાયેલુ છે તેની પાસે એક પોતાનુ એરપોર્ટ પણ છે.જ્યારે કુઓનાની સરહદ ભૂટાનને અડે છે.જેમા બંને કસ્બાઓને શહેરોનો દરજ્જો મળવાથી સ્થાનિક અધિકારીઓને વધુ અધિકાર પણ મળશે.