લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સીએનજી અને પીએનજીના ભાવમા ઘટાડો કરવામા આવ્યો

અદાણી ટોટલ ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ.8.13 જ્યારે પીએનજીના ભાવમાં રૂ.5.06 પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કર્યો છે.જે નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 વાગ્યાથી અમલમાં આવી ગઈ છે.જેમાં નવી ફોર્મ્યુલાથી સીએનજી અને પીએનજીની કિંમતોમાં 10 ટકા સુધીનો ઘટાડો થશે.જેમાં ઘરેલું ગેસના ભાવની ફ્લોર અને સીલિંગ કિંમત બે વર્ષ માટે નક્કી કરવામાં આવે છે.ત્યારપછી તેમા ડોલર 0.25નો વધારો કરવામા આવશે.આમ હાલમાં ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમત પ્રતિ બેરલ ડોલર 85 છે.આમ તેના 10 ટકા પ્રતિ બેરલ 8.5 ડોલર થયા.પરંતુ સરકારે તેની ટોચમર્યાદા કિંમત ડોલર 6.5 નક્કી કરી છે.ત્યારે સરકારના આ નિર્ણયથી સમગ્ર દેશમાં સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થશે.જેમાં સરકારે આગામી 2030 સુધીમાં ભારતમાં પ્રાથમિક ઉર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો હિસ્સો વર્તમાન 6.5 ટકા થી વધારીને 15 ટકા કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.ત્યારે આ સુધારો કુદરતી ગેસના વપરાશને વધારવામાં મદદ કરશે અને ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં અને ચોખ્ખી શૂન્યના લક્ષ્યને હાંસલ કરવામાં ફાળો આપશે. આમ અત્યારસુધી સ્થાનિક કુદરતી ગેસની કિંમત વિશ્વના ચાર મુખ્ય ગેસ ટ્રેડિંગ હબ હેનરી હબ,અલ્બેના,નેશનલ બેલેન્સિંગ પોઈન્ટ અને રશિયન ગેસના ભાવના આધારે નક્કી કરવામાં આવતી હતી.જેમા કિંમતો નક્કી કરવા માટે જૂના ફોર્મ્યુલા હેઠળ ચારેય ગેસ ટ્રેડિંગ હબના છેલ્લા એક વર્ષના ભાવની સરેરાશ લેવામાં આવે છે અને પછી તેને 3 મહિનાના અંતરાલ પર લાગુ કરવામાં આવે છે.