લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વિખ્યાત હાસ્યકલાકાર ડો.જગદીશ ત્રિવેદીને રાજયપાલના વરદહસ્તે ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરાયો

વર્ષ 2007થી શરૂ કરવામાં આવેલા આ એવોર્ડમાં 2023 સુધીમાં 8 વ્યક્તિ વિશેષને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.ત્યારે જામનગરના પ્રદર્શન મેદાનમાં ગુજરાત રાજ્યના 63મા સ્થાપના દિન નિમિત્તે યોજાયેલી રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજીના વરદહસ્તે તેમજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તથા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં હાસ્યકલાકાર, લેખક,ક- વિ,ચિંતક અને ઉમદા સમાજસેવક ડો.જગદીશ ત્રિવેદીને ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા હતા.આમ અત્યાર સુધીમાં ગુજરાત સરકારનું આ સર્વોચ્ચ સન્માન મેળવનાર ડો.જગદીશ ત્રિવેદી 9મા ગુજરાતી બન્યા છે.ત્યારે તેમની સાથે ગોરજમાં કેન્સર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર ખોલી જરૂરીયાતમંદ દર્દીઓની વર્ષોથી સેવા કરનાર સ્વ.અનુબહેન ઠક્કરને મરણોત્તર એવોર્ડ આપ વામાં આવ્યો હતો.આ સિવાય સરીતા ગાયકવાડને ગુજરાત ગરીમા એવોર્ડ એનાયત થયો હતો.જેઓએ 75 જેટલાં પુસ્તકો લખ્યા હતા.આ સિવાય 76 વિદેશયાત્રાઓ કરી દેશ-વિદેશમાં 3 હજારથી વધુ જાહેર કાર્યક્રમો કર્યા છે.