લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મણિપુર હિંસા બાબતે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યુ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમા કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું હતું.જેમા પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજ્યમાં મણિપુર હિંસાથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે યાદી આપી હતી.કોંગ્રેસે રાષ્ટ્રપતિ પાસે ઉચ્ચસ્તરીય તપાસ પંચની રચના કરવાની માંગ કરી છે.મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે છતાં ઘણી જગ્યાએ હિંસા બની રહી છે.ત્યારે આ હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.ત્યારે આજે સરકારે પીડિત પરિવારો માટે વળતરની જાહેરાત કરી છે.બીજીબાજુ આજે કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું અને ઉચ્ચસ્તરીય તપાસપંચની રચનાની માંગ કરી હતી.આં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી યાદીમાં પાર્ટી વતી 12 માંગણીઓ રાખવામાં આવી છે.