લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોંગ્રેસ નેતા ડી.કે.શિવકુમારના હેલિકોપ્ટર સાથે પક્ષી ટકરાયું

કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી.કે.શિવકુમારના હેલિકોપ્ટર સાથે પક્ષી ટકરાયું છે.જેમાં સવારે હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાયા બાદ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.આમ જ્યારે જી.કે.શિવકુમાર હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા,ત્યારે એક પક્ષી કોકપીટની બારી સાથે અથડાયું હતું.ત્યારબાદ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.કોંગ્રેસના નેતા કોલાર જિલ્લાના મુલબાગલમાં જાહેર સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.જેમા શિવકુમાર સહિત હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.